



કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ સાહેબ ની અઘ્યક્ષતામાં જિલ્લા કક્ષા સમિતિની બેઠક માં અત્યાર સુધીમાં 78 ગૌશાળા ને રૂ. 5.27 કરોડની સહાય : રાજકોટ
રાજકોટ કલેકટરકચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ’મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ હેઠળ લાભ લેવા માટે ઓક્ટોબરથી ડીસેમ્બર, 2022 દરમિયાન આવેલી 24 ગૌશાળા-પાંજરાપોળની અરજી મંજૂર કરાઈ હતી. જેતપુર, જામકંડોરણા, જસદણ, કોટડાસાંગાણી, ગોંડલ તાલુકાઓમાં આવેલી આ કુલ 24 સંસ્થાઓને પ્રથમ હપ્તાની સહાય માટે કુલ રૂ. 66,57,120ની સહાય આપવામાં આવશે.
ઉપરાંત આ બેઠકમાં જાન્યુઆરીથી માર્ચ, 2023 માટે ગૌશાળાઓ અને પાંજરાપોળોને ચુકવવાની થતી આર્થિક સહાય બાબતે પરામર્શ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ કુલ 78 જેટલી ગૌશાળા અને પાંજરાપોળને કુલ રૂ. 5,27,90,520ની સહાય આપવામાં આવી છે.
બેઠકમાં ઘનિષ્ઠ પશુસુધારણા યોજના કચેરીના નાયબ નિયામક ડો. એ. એમ. દઢાણીયા,જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડો. કે. યુ. ખાનપરા, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના સેક્રેટરી પ્રતિકભાઈ સંઘાણી સહિતના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#In the meeting of the District Level Committee under the chairmanship of Collector Shri Arun Mahesh babu , so far 78 gaushalas have been given Rs. Assistance of Rs 5.27 crore : Rajkot
#sorthirangnewsline