Sorthi Rang News Line
27મીથી યોજાનારી G20 ની બીજી બેઠક : ગાંધીનગર
કરન્ટ ન્યૂઝબ્રેકીંગ ન્યૂઝ

વિશ્ર્વભરના તજજ્ઞો દ્વારા , 27મીથી ત્રણ દિવસ યોજાનારી G20 ની બીજી બેઠક  : ગાંધીનગર

27મીથી યોજાનારી G20 ની બીજી બેઠક ગાંધીનગર
27મીથી યોજાનારી G20 ની બીજી બેઠક ગાંધીનગર
વિશ્ર્વભરના તજજ્ઞો દ્વારા
અલગ અલગ વિષયો પર
વિચાર-વિમર્શ કરાશે
27મીથી ત્રણ દિવસ યોજાનારી G20 ની બીજી બેઠક 

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેજા હેઠળ યોજાવનારી G20 ની બેઠકમાં વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશભરમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. પર્યાવરણ અને આબોહવા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એનર્જી ક્ધઝર્વેશન જેવા વિવિધ ક્ષેત્રો પર કાર્યક્રમોનું આયોજન કરવા માટે ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે

ગુજરાતમાં એનવાયર્નમેન્ટ એન્ડ ક્લાઇમેટ સસ્ટેનેબિલીટી વર્કિંગ ગ્રુપની બીજી બેઠક ગ્રીન સીટી ગાંધીનગરમાં 27 થી 29 માર્ચ દરમિયાન યોજાશે.

બીજી બેઠકનો શુભારંભ ઉદ્ઘાટન ભારતના જી-20 શેરપા શ્રી અમિતાભ કાંત  દ્વારા કરવામાં આવશે. 3-દિવસીય કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે તેમાં  લીના નંદન, સચિવ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય  દેબાશ્રી મુખર્જી, વિશેષ સચિવ, જલશક્તિ મંત્રાલય- જળ સંસાધન,  સી.પી. ગોયલ,મહાનિદેશક વન અને વિશેષ સચિવ,   બિવાશ રંજન, અધિક મહાનિદેશક, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય,  રિચા શર્મા, અધિક સચિવ,  ડો. એમ. રવિચંદ્રન, સચિવ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય  નરેશ પાલ ગંગવાર, અધિક સચિવ,  ડો. પૂર્વજા રામચંદ્રન, ડાયરેક્ટર, નેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબલ કોસ્ટલ મેનેજમેન્ટ, જી અશોક કુમાર, ડીજી, નેશનલ મિશન ફોર ક્લીન ગંગા ;  કુશવિન્દર વોહરા, અધ્યક્ષ, સેન્ટ્રલ વોટર કમિશન તેમજ  વિકાસ શીલ  સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.

27મી માર્ચ 2023ના રોજ યોજાનાર આ કાર્યક્રમની શરૂઆત ’જળ સંસાધન વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ’ પર પ્રસ્તુતિઓની શ્રેણી સાથે થશે અને ત્યારબાદ વિવિધ વિષયો પર ચર્ચા થશે. ત્યારબાદ તેમને વિવિધ આકર્ષણોનું સૌંદર્ય માણવા અને ઐતિહાસિક ધરોહરથી રૂબરુ કરાવવા માટે ઇલેક્ટ્રિક બસમાં વિવિધ સ્થળોએ લઇ જવામાં આવશે. તેઓ પાંચ માળ ઊંડી અડાલજની વાવ, વિશ્વના સૌથી મોટા સાબરમતી કેનાલ સાઇફન અને એસ્કેપ સ્ટ્રક્ચર તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર વિશ્વના સૌથી લાંબા રાહદારી માર્ગ અને પ્રતિષ્ઠિત અટલ બ્રિજની સુંદરતાનો અનુભવ કરશે.

આ બેઠકમાં ભારત અને રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા તુર્કીયે, યુનાઇટેડ કિંગડમ, યુએસએ, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, મેક્સિકો, કોરિયા,  બાંગ્લાદેશ, ડેનમાર્ક, ઇજિપ્ત, મોરેશિયસ, નેધરલેન્ડ્સ, નાઇજીરીયા, ઓમાન, સિંગાપોર, સ્પેન અને યુએઇ સહિત લગભગ 30 દેશોના પ્રતિનિધિમંડળની ભાગીદારી જોવા મળશે. ક્લાઇમેટ એન્ડ ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઇનિશિયેટિવ, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, યુનાઇટેડ નેશન્સ એન્વાર્મેન્ટ પ્રોગ્રામ, યુનાઇટેડ નેશન્સ ક્ધવેન્શન ટુ કોમ્બેટ ડેસર્ટિફિકેશન, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક ક્ધવેન્શન ઓન ક્લાઇમમેટ ચેન્જ  વગેરે જેવી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા પ્રતિનિધિઓ પણ ગાંધીનગર ખાતે પર્યાવરણ અને ક્લાયમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રુપની  બીજી બેઠકમાં ભાગ લેશે.

# G20  to be held for three days from 27th March by experts from all over the world : Gandhinagar

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#sorthirangnewsline

Related posts

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદ ના વિરોધમાં પ્રદર્શન : મોરબી

sorthirang

 ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઑ ની વ્હારે રાજકોટ કલેક્ટરશ્રી : કન્ટ્રોલ રૂમ નં. ૦૨૮૧ ૨૪૭૧૫૭૩

sorthirang

જામનગર ડિસ્ટીક 2024 તેમજ ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024  રાજશક્તિક્લબ રાજકોટ ની ઝળહળતી સિદ્ધિ …

sorthirang

દેશમાં આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

sorthirang

ગુલાબ બાદ હવે એક નવું વાવાઝોડું શાહિન સક્રિય

sorthirang

18,000 કરોડની સૌથી મોટી બોલી લગાવીને એર ઇન્ડિયાને પોતાના નામે કરતી ટાટા સન્સ

sorthirang

Leave a Comment