



A Heavy Downpour in Jamnagar and Rajkot.
રાજકોટ માં મેઘરાજાનુ રૌદ્ર સ્વરૂપ, જામનગર હેલીકોપ્ટરથી કરાયું રેસક્ય
સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં અતિભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે.
રાજકોટ આવેલી મવડી ગામની નદીમાં પુર આવતા આ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. આ સાથે રાજકોટ અને કંણકોટ ગામને જોડતો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે. રાજકોટની ખોખળદળ નદીમાં પણ પૂર આવ્યું છે. ખોખળદળ નદીમાં પૂર આવતા ઘરોમાં પાણી ઘૂસ્યા છે . ખોખળદળ નદીમાં પુર આવતા વેલનાથ પરા વિસ્તારમાં લોકોના ઘરમાં 4 ફૂટ પાણી ભરાયા છે.
વધુ વરસાદ પડવાના કારણે પડધરી ટંકારા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી લલીત કગથરા, રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા તથા પડધરી તાલુકા પીએસઆઇ આર. જે. ગોહેલ તથા એ. એ. ખોખર તથા તમામ પોલીસ સ્ટાફ, પડધરી તાલુકા મામલતદાર ભાવના વિરોજા તથા તમામ સ્ટાફ, પડધરી તાલુકા વિકાસ અધિકારી એન. પી. ગણાત્રા તથા તમામ સ્ટાફ, પડધરી તાલુકા પી જી વી સી એલ નાયબ ઈજનેર વી.બી. મેરા સાહેબ તથા તમામ સ્ટાફ પડધરી તાલુકાના કોઇપણ ગામમાં દુર્ઘટના ન બને તે માટે આ તમામ તંત્ર હાલ ખડેપગે છે અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી ચૂક્યા છે.
તાલુકા નિયંત્રણ કક્ષના નંબર
ભારે વરસાદના કારણે રાજકોટ જીલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારી રાજકોટ બી. એસ. કૈલા દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેર તથા જિલ્લાની તમામ શાળાઓને જણાવવાનું કે, છેલ્લા બે દિવસના ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ બાળકોની સલામતી માટે આજે તારીખ 13, સપ્ટેમ્બર, 2021ના રોજ શાળાઓમા પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ રાખવા જણાવવામા આવે છે.ભારે વરસાદના કારણે મુશ્કેલીના સમયે મદદ માટે લોકો આપદા પ્રબંધન કેન્દ્ર ખાતે સંપર્ક કરી શકશે. જેમાં નિયંત્રણ કક્ષ એટલે કે કંટ્રોલ રૂમનો નંબર 0281-247173, ટોલ ફ્રી નંબર 1077 છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયત્રણ કક્ષનો નંબર 02781-2450077 છે. તેમ રાજકોટ જિલ્લા ફલડ કંટ્રોલની યાદીમાં જણાવાયુ છે.
- રાજકોટનો નંબર ૦૨૮૧- ૨૪૭૯૬૬૪
- ઉપલેટાનો નંબર ૦૨૮૨૬- ૨૨૧૪૫૮
- કોટડા સાંગાણીનો નં.૦૨૮૨૭- ૨૭૬૨૨૧
- ગોંડલનો નં.૦૨૮૨૫- ૨૨૦૦૯૩
- જેતપુરનો નં.૦૨૮૨૩- ૨૨૦૦૦૧
- સવારે 6 થી બપોરે 4 સુધી રાજકોટમાં 12.5 ઈંચ વરસાદ
- ધોરાજી ના સવારે 6 થી બપોરે 4 સુધી 8 ઈંચ
- ગોંડલમાં સવારથી અત્યાર સુધી 7 ઈંચ
- પડધરીમાં સવારથી અત્યાર સુધી 6.5 ઈંચ વરસાદ
- કોટડાસાંગાણીમાં અત્યાર સુધી 8 ઈંચ
- રાજકોટના લોધિકામાં બપોરે 2 થી 4 માં ચાર ઈંચ વરસાદ
- સવારે 6 થી બપોરે 4 સુધી લોધિકામાં 17.5 ઈંચ વરસાદ
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)