ચોલા મંડલમ ઈન્વેસ્ટમેન્ટની લેણી રકમ ન ભરતા આરોપીની ધરપકડ: સીવીલ જેલમાં મોકલી આપવાનો હુકમ
Sorthi Rang News Line
પ્રેસ નોટરાજકોટસામાજિક

ચોલા મંડલમ ઈન્વેસ્ટમેન્ટની લેણી રકમ ન ભરતા આરોપીની ધરપકડ: સીવીલ જેલમાં મોકલી આપવાનો હુકમ

Advocate shree Rajubhai Parekh

Rajkot તા.25/2/2023 : 

ગત તારીખ ૨૫ ફેબ્રુ.૨૦૨૩ ના મંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ કાું.લી.એ હુકમનામાના દેણદાર ભરતભાઈ ગોરધનભાઈ મેર રહે. જીઈબી ઓફીસ પાસે, સરધાર, તા.જી. રાજકોટ વાળાને વાહન લેવા માટે લોન આપેલ. જે સંબંધે આરબીટ્રેશન એવોર્ડ પાસ થતા દેણદાર પાસે અરજદાર કંપનીના દરખાસ્ત દાખલ કર્યાની તારીખે કુલ રૂા.11,51,313 વસુલ મેળવવા કંપનીએ એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં દિવાની દરખાસ્ત નં. 540/21થી દાખલ કરેલ.

અરજદાર કંપનીના હુકમનામા મુજબની લેણી રકમ દેણકારે ભરવાની દરકાર કરેલ નહીં. રકમ ન ભરાતા હુકમનામાના દેણદારને તથા તેમના ગેરંટરને જેલમાં બેસાડવા સંબંધી અરજદાર કંપનીએ અરજી આપતા, કોર્ટે તે સંબંધે દેણદારને તથા ગેરંટરને તેઓને જેલમાં શા માટે ન બેસાડવા તે સંબંધો શોકોઝ નોટીસ પણ ઈશ્યુ કરેલ. જે નોટીસ પણ બેઉને બજી ગયેલ.

તેમ છતાં કોર્ટની નોટીસની અવગણના કરી દેણદાર કોર્ટમાં હાજર થયેલ નહીં કે કોર્ટ સમક્ષ કોઈ રજુઆત પણ કરેલ નહીં. તેથી એડી. ડીસ્ટ્રીકટ જજ શ્રી બી. બી. જાદવે દેણદારને અરજદારની લેણી રકમ વસુલાત ન આપેલ હોય તેઓને સીવીલ જેલમાં બેસાડવાનો હુકમ કરેલ. જે અન્વયે દેવશીભાઈ સોમાભાઈ કુકડીયાને અટકાયત કરી રાજકોટની સીવીલ જેલમાં પુરી દીધેલ છે. આમ, કંપનીઓમાંથી લોન લઈને હપ્તા ન ભરવાની લોકોની માનસિકતા તથા વર્તન સામે દાખલારૂપ હુકમ કરેલ છે. અરજદાર કંપની વતી રાજેશ કે. પારેખ એડવોકેટ રોકાયેલ છે.

Related posts

 મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં જામનગરમાં આશીર્વાદ યાત્રાનું આયોજન

sorthirang

ગુજરાતમાં હજી બે દિવસ રહેશે હાડ ગળવતી ઠંડી

sorthirang

રાજકોટમાં ગત રાત્રી ના મેઘ તાંડવ : 125 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

sorthirang

રાજ શક્તિ કલબ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન : રાજકોટ

sorthirang

મોરબી : રામધન આશ્રમ મોરબી ખાતે વિશ્વ હિંદુ પરિષદ ની જિલ્લા ની વ્યાપક બેઠક યોજાઈ

sorthirang

સુસંસ્કારોનું સંપૂર્ણ સિંચન : આત્મીય સ્કૂલ

sorthirang

Leave a Comment