



ઓચિંતા કમોસમી માવઠાને કારણે સૌરાષ્ટ્રના કેરીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના
અચાનક આવી પડેલ અણધાર્યા ઋતુના ફેરફારથી ભર ઉનાળે ચોમાસાનો અહેસાસ કરાવતી આ અનોખી ઋતુને કારણે મોસમી વરસાદ ઉતરી આવ્યો છે
ઉનાળાની સિઝનમાં પણ ઠંડા ગરમ ઋતુનો અહેસાસ કરાવે છે. ત્યારે ગ્લોબલ વોમિંગની અસરોમાં કમોસમી વરસાદ માવઠા પણ કુદરતી વાતાવરણ, માનવ જીવન અને વિવિધ ફળોના પાકને અસર કરી રહ્યું છે. ઉનાળો એટલે ફળોનો રાજા કેરીનો ઉત્સવ, રંગીલુ રાજકોટ હાલ કેરીની આવકોમાં હાફુસ, કેસર, લાલબાગ, બદામ અને તોતા જેવી કેરીની વિવિધ જાતો આવવા લાગી છે. આ વર્ષે કેરી 1પ દિવસ વહેલી આવી ગઇ હોવાથી કેરી માર્કેટ નો માહોલ જામે તે પહેલા જ મેઘરાજા ની મહેર અચાનક ઉતરી આવતા રંગ માં ભંગ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અચાનક આવતા કરાના વરસાદને કારણે વાતાવરણમાં જબરો પલટો છવાઈ ગયો છે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#sorthirangnewsline