Government announces agriculture package:
Sorthi Rang News Line
#Government announces agriculture package:
ગુજરાત

સરકાર ની કૃષિ રાહક પેકેજની કરી જાહેરાત: 

#Government announces agriculture package:

સરકાર ની કૃષિ રાહક પેકેજની કરી જાહેરાત:

પેકેજનો લાભ મેળવવા માટે 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે પાકને મોટાપ્રમાણમાં નુકસાની થયું છે. ત્યારે રાજ્યમાં ખરીફ -૨૦૨૧ સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદથી પાક-નુકશાન સામે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું. મુખ્યમંત્રી શ્રીએ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં  ખેડૂતોના નુકશાનને ધ્યાને રાખીને ઉદારતમ ધોરણે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે.

અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને 33 ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. 13,000 સહાય ચૂકવાશે.

સરકાર દ્વારા આપવામાં આવનારી સહાયમાં SDRFના ધોરણો મુજબ  એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. 6,800 અપાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ વધુમાં વધુ રૂ. 6,200 હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. જો જમીનધારકતા આધારે એસડીઆરએફના ધોરણો મુજબ રૂ. 5 હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો, પણ ખાતાદીઠ રુ. 5 હજાર ઓછામાં ઓછા ચૂકવાશે. અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે.

પેકેજનો લાભ મેળવવા માટે 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર થશે.

આ લાભ મેળવવા ઈચ્છુક અસરગ્રસ્ત ખેડૂતે 8–અ, તલાટીનો વાવેતરનો દાખલો, 7-12, આધાર નંબર, બેંક ખાતાની વિગતો સાથેની પાસબુકની નકલ, મોબાઈલ નંબર તેમ જ સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી સાથેનું ના-વાંધા સંમતિપત્રક વગેરે સાથે ટીડીઓ(તાલુકા વિકાસ અધિકારી)ને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.  સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે નહીં.

 

 

Related posts

ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં વતન પ્રેમ યોજનામાં ૧૦૦૦ કરોડના જન સુખાકારીના કામો કરવાની નેમ

sorthirang

હજુ પણ ભારે વરસાદ ની શક્યતાઓ : ગુજરાત

sorthirang

10 શહેરોમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે : કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા 

sorthirang

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું

sorthirang

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : હવામાન વિભાગ

sorthirang

મોટા પાયે રોકાણ કરશે જાપાન આગામી વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં : GANDHINAGAR

sorthirang

Leave a Comment