Japan to invest heavily In Gujarat at the upcoming Vibrant Summit : GANDHINAGAR
Sorthi Rang News Line
Japan to invest heavily In Gujarat at the upcoming Vibrant Summit : GANDHINAGAR
ગુજરાત

મોટા પાયે રોકાણ કરશે જાપાન આગામી વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં : GANDHINAGAR

Japan to invest heavily In Gujarat at the upcoming Vibrant Summit : GANDHINAGAR

GANDHINAGAR :આગામી વાયબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટા પાયે રોકાણોમાં સહભાગી થશે, તેવી તત્પરતા દર્શાવી હતી.

મુંબઈ સ્થિત જાપાનના નવનિયુક્ત કોસ્યુલેટ જનરલ ડૉ.ફૂકહોરી યાસુકાતાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની આ બેઠકમાં જાપાન કોસ્યુલેટ જનરલે આગામી વાયબ્રન્ટ સમિટ દ્વારા આત્મનિર્ભર ભારતની નેમને વધુ ગતિએ આગળ ધપાવવામાં જાપાન ગુજરાતમાં મોટા પાયે રોકાણોમાં સહભાગી થશે, તેવી તત્પરતા દર્શાવી હતી.

એફ.ડી.આઇ – વિદેશી મૂડીરોકાણ અને ઉદ્યોગોના વિકાસ માટે ભારતમાં ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન બની ગયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકની વિવિધ ચર્ચાઓ દરમ્યાન ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પ્રભાવક ભૂમિકા આપતા સ્પષ્ટપણે કહ્યું કે, જાપાન અને ગુજરાત સાથે મળીને સ્ટ્રેટેજીકલી કામ કરશે તો આર્થિક અને ઔદ્યોગિક શકિત તરીકે વિશ્વના અન્ય વિકસિત દેશો કરતા આગળ વધી શકે તેમ છે.

વિજય રૂપાણીએ કોરોનાના કપરાકાળ વચ્ચે પણ જાપાને સફળતાપૂર્વક ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરીને પોતાની ક્ષમતા વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

જાપાન કોસ્યુલેટ જનરલ ડૉ.ફૂકહોરી યાસુકાતાએ પણ ગુજરાતના વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથેના ઔદ્યોગિક વિકાસથી તેઓ પ્રભાવિત થયાની લાગણી વ્યક્ત કરતા આગામી વાયબ્રન્ટ સમિટમાં જાપાનની સહભાગિતા માટે ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે ઓલિમ્પિક ગેઇમ્સમાં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પણ પ્રસંશા કરી હતી. આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવકુમાર ગુપ્તા, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્ષ-બી.ના એમ.ડી. નીલમ રાની અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

મુખ્યમંત્રીએ જાપાન કોમ્યુલેટ જનરલને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Sorthirang Newsline

Related posts

ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં વતન પ્રેમ યોજનામાં ૧૦૦૦ કરોડના જન સુખાકારીના કામો કરવાની નેમ

sorthirang

દરેક જિલ્લામાં ટૅક્નૉલૉજી યુક્ત 2 નવી કાર ટ્રાફિક પોલીસને અપાશે

sorthirang

10 શહેરોમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે : કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા 

sorthirang

Gujarat : છેલ્લા 24 કલાકમાં કુલ 205 તાલુકાઓમાં ખાબકયો વરસાદ,સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 12 ઈંચથી વધુ વરસાદ.

sorthirang

PM મોદીએ કર્યુ ‘સરદારધામ ભવન’નું વર્ચ્યુઅલ લોકાર્પણ : અમદાવાદ (Ahmedabad)

sorthirang

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું

sorthirang

Leave a Comment