



Possibility of heavy rain still: Gujarat
સિઝનમાં 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટે. સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી 21 સપ્ટે. સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી.આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, રાજકોટ, અમરેલી,નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં 8 સ્ટેટ હાઇવે, 77 પંચાયત, 4 અન્ય સહિત કુલ 89 માર્ગ હજુ પણ બંધ છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી દૂર કરી હતી.
છેલ્લા ચાર દિવસ પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓ હજુ પણ અસરગ્રસ્ત છે.
સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યનાં 206 જળાશયોમાં 3,98 753 એમ.સી.એફ.ટી.
પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 71.53 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-65 જળાશય, એલર્ટ ૫ર કુલ- 05 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે.
NDRFની 15 ટીમમાંથી 13 ટીમો ડિપ્લોય કરવામાં આવેલી છે, જે પૈકી 1-ગીર-સોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જુનાગઢ, 2-જામનગર, 1-બોટાદ, 1-મોરબી ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે.1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવેલી છે. ભટીંડા પંજાબથી આવેલી 05 ટીમ પૈકી ,1-પોરબંદર,1- દેવભૂમિ દ્વારકા,2-જામનગર 1-રાજકોટ,ખાતે ડિપ્લોય કરવામાં આવેલી છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
The season’s average rainfall with 23.69 inches has been recorded at 71.63 per cent in the season. According to the Met department’s forecast, the next September 21. Many districts may receive heavy to very heavy rainfall till then. According to the Met department forecast, from today, September 21. Till now, panchmahal, mahisagar, bharuch, junagadh, gir somnath, sabarkantha, aravalli.anand, bhavnagar, surat, vadodara narmada, rajkot, amreli, navsari and tapi may receive heavy rainfall. A total of 89 roads including 8 State Highways, 77 Panchayats, 4 others are still closed in the state.
Sorthi Rang Newsline