GUJARAT: Meghraja rained in a total of 205 talukas of the state. Umargam in Valsad recorded the highest rainfall of more than 12 inches. More than 1 inch of rain in 34 talukas of the state.
Sorthi Rang News Line
ગુજરાત

Gujarat : છેલ્લા 24 કલાકમાં કુલ 205 તાલુકાઓમાં ખાબકયો વરસાદ,સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 12 ઈંચથી વધુ વરસાદ.

GUJARAT : રાજ્યના કુલ 205 તાલુકાઓમાં મેઘરાજા વરસ્યાં. સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 34 તાલુકાઓમાં 1 ઈંચથી વધારે વરસાદ.

ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ વલસાડ :

વલસાડ જિલ્લામાં મેઘરાજાની મહેરથી નાના-મોટા નદી-નાળા છલકાઈ ગયા છે ઉમરગામમાં સર્વાધિક 12 ઈંચ વરસાદ ખાબક્યો, તો વાપીમાં સાડા 4 ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી, પારડી, કપરાડામાં 2 ઈંચ અને વલસાડમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો,

વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી, ઉમરગામની કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા, તો દર વર્ષે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો અંત ન આવતા સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ પણ જોવા મળ્યો,

નાના-મોટા નદી-નાળા છલકાઈ ગયા છે, કેટલાક બેઠા પુલ પર પાણીનો પ્રવાહ વધ્યો, તો વહીવટી તંત્રએ લોકોને પુલ પરથી પસાર થવાની મનાઈ ફરમાવી, વારોલી નદીમાં પ્રચંડ પ્રવાહ જોવા લોકો પુલ પર ટોળે વળ્યાં.

 

મધુબનડેમમાં 46 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે, મધુબન ડેમના 5 દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, મધુબન ડેમના દરવાજા ખોલીને દમણગંગા નદીમાં 26 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

એક કલાકમાં ઉત્તર ગુજરાતમાં મેઘરાજા  બન્યા મહેરબાન : અડધો ઈંચથી વધારે વરસાદ .

સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં વરસાદી ઝાપટા પડ્યા. મહેસાણા, વડનગર અને વિજાપુર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા, તો અંબાજીમાં ગાજવીજ સાથે એક કલાકમાં અડધો ઈંચથી વધારે વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી અંબાજીના બજારોમાં નદીની જેમ પાણી વહેતું જોવા મળ્યું, હિંમતનગર અને વડાલી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા.

લાંબા સમય બાદ અમરેલીના વડિયામાં વરસાદનું થયું આગમન :

વડિયાના તાલુકાના અનેક ગામડામાં મેઘો અનરાધાર વરસ્યો.વડિયા તેમજ મોટી કુંકાવાવમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તા પર પાણીની રેલમછેલ થઈ. તો ભાવનગર શહેર અને જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો છે.

GUJARAT: Meghraja rained in a total of 205 talukas of the state. Umargam in Valsad recorded the highest rainfall of more than 12 inches. More than 1 inch of rain in 34 talukas of the state.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

મોટા પાયે રોકાણ કરશે જાપાન આગામી વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં : GANDHINAGAR

sorthirang

હજુ પણ ભારે વરસાદ ની શક્યતાઓ : ગુજરાત

sorthirang

ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં વતન પ્રેમ યોજનામાં ૧૦૦૦ કરોડના જન સુખાકારીના કામો કરવાની નેમ

sorthirang

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું

sorthirang

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : હવામાન વિભાગ

sorthirang

10 શહેરોમાં હેલિકોપ્ટર સેવા શરૂ થશે : કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા 

sorthirang

Leave a Comment