Growth in GDP of the first quarter of 2021-22.
Sorthi Rang News Line
અન્ય

વર્ષ ૨૦૨૧-૨૨ ના પ્રથમ કવાર્ટરના જીડીપીમાં વૃદ્ધિ.

જીડીપીમાં વિક્રમજનક ૨૦.૧ ટકાની વૃદ્ધિ

વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ કવાર્ટરના જીડીપીના આંકડા જાહેર કરી દીધા છે. એપ્રિલથી જૂન, ૨૦૨૧માં જીડીપીનો વિકાસ      દર ૨૦.૧ ટકા રહ્યો છે. જ્યારે ગયા વર્ષના પ્રથમ કવાર્ટરમાં જીડીપી કોરોના લોકડાઉનને પગલે માઇનસ ૨૪.૪ ટકા રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ એપ્રિલથી જૂન, ૨૦૨૧ સુધીના સમયગાળામાં જીડીપી ૨૧.૪ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જીડીપીમાં ઝડપી વૃદ્ધિ અર્થતંત્ર પાટા પર આવી ગયું હોવાના સંકેત મળી રહ્યાં છે.

સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ,સરકારના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ કવાર્ટરમાં જીડીપી ૩૨.૩૮ લાખ કરોડ રૃપિયા રહ્યું છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ કવાર્ટરમાં ૨૬.૯૫ લાખ કરોડ રૃપિયા રહ્યું છે. એટલે કે ગયા વર્ષના પ્રથમ કવાર્ટરની સરખામણીમાં ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં ૨૦.૧ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

કોરોના વાઇરસની બીજી ઘાતક લહેર છતાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં જીડીપીમાં જોવા મળેલી વૃદ્ધિ ખરેખર નોંધપાત્ર છે.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

સમુદ્રમાં જોવા મળી ગુલાબી ડોલ્ફિન:

sorthirang

અનોખો રેકોર્ડ બનાવ્યો પોલાર્ડેએ: બન્યો આ રેકોર્ડ કરનાર એકમાત્ર ખેલાડી.

sorthirang

કેન્સર રોકવામાં મદદ કરી શકે છે આ સામાન્ય ફળ દાડમ : નેચરોપેથી

sorthirang

સત્તા પરિવર્તન બાદ પ્રથમ મુલાકાત પર અમેરિકા જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા સંકેત :

sorthirang

ટૂંક સમયમાં ગ્લોબલ ફ્લાઇંગ પરમિટ મળવાની સંભાવના :એરએશિયા ઇન્ડિયાને મળી સિક્યોરિટી ક્લિયરન્સ

sorthirang

ઠંડીમાં ગરીબ લોકોને હૂંફ આપવા માટે 11 વર્ષની છોકરીએ ચિપ્સના પેકેટમાંથી ધાબળા બનાવ્યા બ્રિટન

sorthirang

Leave a Comment