



ભારતીય પેરાએથ્લેટ્સ નું શાનદાર પ્રદર્શન : સુમિતે ભારતને બીજો ગોલ્ડ અપાવ્યો.
પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ભારતીય પેરાએથ્લેટ્સ હાઇજમ્પ અને શૂટિંગમાં વધુ મેડલ્સ હાંસલ કરીને દેશના મેડલની સંખ્યા ૧૦ સુધી પહોંચાડી દીધી હતી. સોમવારે ભારતે એક જ દિવસમાં શૂટિંગ અને જ્વેલિન થ્રોમાં બે ગોલ્ડ મેડલ જીતીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું.
ભારતે સોમવારે પાંચ મેડલ્સ જીત્યા બાદ મંગળવારે હાઇજમ્પર મરિયપ્પન થંગાવેલુ અને શરદ કુમારે મેન્સ હાઇજમ્પમાં અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. પેરાલિમ્પિકમાં ભારતનો એક બ્રોન્ઝ મેડલ છીનવી પણ લેવામાં આવ્યો હતો. વરસાદના કારણે ટ્રેક એન્ડ ફિલ્ડનું મેદાન ભીનું થઇ જતાં ભારતીય એથ્લેટ્સને પોતાની ઇવેન્ટ દરમિયાન કેટલીક મુશ્કેલી પણ નડી હતી, પરંતુ તેમણે બેસ્ટ પ્રદર્શન કરતાં મંગળવારે ભારત મેડલ્સની યાદીમાં બે ગોલ્ડ સાથે ૩૦મા ક્રમે પહોંચી ગયું હતું.
આ પહેલાં ભારત ૨૮મા ક્રમે હતું. મેડલ વિજેતા તમામ ખેલાડીઓને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સહિત તમામ નેતાઓ તથા દેશવાસીઓએ શુભેચ્છા પાઠવીને તેમની સિદ્ધિ બદલ ગર્વ અનુભવ્યો હતો.
પાંચ પ્રયાસમાં ત્રણ વખત વર્લ્ડ રેકોર્ડ તોડયો : જ્વેલિન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ.
સુમિત અંતિલે જ્વેલિન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો જે આ ગેમ્સમાં ભારતનો બીજો રહ્યો હતો. ઓલિમ્પિકમાં નીરજ ચોપરા બાદ સુમિતે પેરાલિમ્પિકની જ્વેલિન થ્રો ઔઇવેન્ટના પ્રથમ પ્રયાસમાં જ વિક્રમી ૬૬.૯૫ મીટરનો થ્રો કર્યો હતો અને તેણે પોતાના
પ્રથમ પ્રયાસમાં જ ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતું. તેનો આ રેકોર્ડ લાંબો સમય ટક્યો નહોતો અને સુમિતે જ બીજા પ્રયાસમાં આ રેકોર્ડને બ્રેક કરી દીધો હતો. તેણે બીજા પ્રયાસમાં ૬૮.૦૮ મીટરનો થ્રો કર્યા બાદ ચોથા પ્રયાસમાં ૬૬.૭૧ મીટરનો થ્રો કરી આ ઇવેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. ચોથા પ્રયાસ બાદ સુમિત ગોલ્ડ જીતશે તે નિિૃત ઔથયું હતું.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)