



અમદાવાદ ભૂકંપના આંચકા:
અમદાવાદના અનેક વિસ્તારોમાં અને વડોદરાના સાવલીમાં પણ આંચકા અનુભવાયા
ગોતા, રાણીપ, ચાંદખેડા, નિકોલ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયાના અહેવાલો
સિસ્મોલોજી વિભાગે ગુજરાતમાં ક્યાંય ભૂકંપના આંચકા ન આવ્યાનું કહ્યું
ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાના ભૂકંપની સાથે ગુજરાતના અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી-NCRમાં મંગળવારે રાત્રે લગભગ 10.1 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા. દિલ્હીમાં એક મહિનામાં ત્રીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા. યુપી, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, બિહાર અને ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. અમદાવાદમાં રાણીપ, ગોતા, ચાંદખેડા, નિકોલ વગેરે વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલો મળ્યા . ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા. ભૂકંપના આંચકા ઘણી સેકન્ડો સુધી અનુભવાયા .
વડોદરાના સાવલીમાં પણ હળવા આંચકા અનુભવાયા હોવાના અહેવાલો આવ્યા છે , ફાયરબ્રિગેડને 3-4 કોલ મળ્યા હોવાના અહેવાલો પણ સાંપડ્યા છે. જો કે, ગુજરાતના સિસ્મોલોજી વિભાગ દ્વારા ગુજરાતમાં ક્યાંય ભૂકંપના આંચકા આવ્યા ન હોવાનું જણાવાયું હતું.