



ચૈત્રી નવરાત્રિ:નોરતાં માં અખંડ જ્યોત પ્રગટાવવાથી ધન-ધાન્યની ખોટ પૂર્ણ થાય છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર નવ દિવસ સુધી ચાલતા આ મહાપર્વમાં માતાજીની કૃપા મેળવવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. આ દરમિયાન ભક્ત માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે. નવરાત્રીના પહેલા દિવસથી જ કળશ સ્થાપના સાથે અખંડ જ્યોત પ્રગટાવવાનો પણ નિયમ છે. અખંડ જ્યોત પ્રગટાવવા પાછળનું કારણ એ છે કે જે રીતે નાનાકડા દીવડા વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાની જ્યોતથી અંધકાર દૂર કરે છે.
અખંડ જ્યોતમાં પ્રગટાવવામાં આવેલો દીવો આર્થિક સંપન્નતાનું સૂચક હોય છે. દીવાનો તાપ દીવાથી 4 આંગળી ઉપર ચારેય બાજુએ અનુભવ થવો જોઈએ. આ પ્રકારનો દીવો ભાગ્યોદય લાવે છે.
જે દીવાની જ્યોત સોના સમાન રંગ આપતી હોય તો એ દીવો તમારા જીવનમાં ધન-ધાન્યની ખોટ પૂર્ણ કરે છે , વેપાર તથા નોકરીમાં ઉન્નતિનો સંદેશ પણ લાવે છે. નવરાત્રિ સિવાય અનેક લોકો અખંડ જ્યોતને આખું વર્ષ પ્રજ્જ્વ

લિત રાખે છે. સતત 1 વર્ષ સુધી ચાલતી આ અખંડ જ્યોતથી દરેક પ્રકારનું સુખ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આખું વર્ષ ચાલતી અખંડ જ્યોતથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#sorthirangnewsline