



PM Modi said in ‘Mann Ki Baat’ – once a year the river should be celebrated.
આજે સવારે 11 વાગ્યાથી મન કી બાતનાં 81 માં એપિસોડને સંબોધિત કરી રહ્યા છે. મન કી બાત કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનનાં તમામ નેટવર્ક પર ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાને કહ્યું કે, નાના પ્રયત્નો ક્યારેક મોટા ફેરફારો લાવે છે, અને જો આપણે મહાત્મા ગાંધીનાં જીવન પર નજર કરીએ, તો આપણે દરેક ક્ષણે અનુભવીશું કે કેવી રીતે નાની વસ્તુઓ લઈને મોટા સંકલ્પો કરવા જોઈએ.
લોકો જાણે છે કે હું ક્યારેય સ્વચ્છતા વિશે બોલવાની તક છોડતો નથી અને કદાચ એટલે જ આપણા ‘મન કી બાત’ શ્રોતાઓમાંથી એક શ્રી રમેશ પટેલે લખ્યું, આપણે આઝાદીનાં આ ‘અમૃત મહોત્સવ’ માં આર્થિક સ્વચ્છતા વિશે બાપુ પાસેથી શીખીએ છીએ. PM મોદીએ કહ્યુ કે- તમિલનાડુમાં નાગા નદી સુકાઈ ગઈ હતી, પરંતુ ગ્રામીણ મહિલાઓની પહેલ અને સક્રિય લોકભાગીદારીનાં કારણે નદી જીવંત થઈ અને નદી હજુ પણ પાણીથી ભરેલી છે.
PM મોદીએ કહ્યુ- થોડા દિવસો પહેલા, સિયાચીન ગ્લેશિયરનાં દુર્ગમ વિસ્તારમાં, 8 દિવ્યાંગોની ટીમે 15 હજાર ફૂટથી વધુની ઉંચાઈ પર સ્થિત ‘કુમાર પોસ્ટ’ પર પોતાનો ધ્વજ લહેરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પરાક્રમ સમગ્ર દેશ માટે પ્રેરણા છે. આજે દેશમાં દિવ્યાંગજનનાં કલ્યાણ માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. મને ઉત્તરપ્રદેશમાં થઇ રહેલા એવા જ એક પ્રયત્ન One Teacher, One Call વિશે જાણવાની તક મળી. બરેલીમાં આ અનોખો પ્રયાસ દિવ્યાંગ બાળકોને એક નવો રસ્તો બતાવી રહ્યો છે.છઠ પૂજામાં નદીઓની સફાઈ કરવાની પરંપરા છે. જાહેર જાગૃતિથી નદીઓની સફાઈ શક્ય છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, આજકાલ ખાસ ઈ-ઓક્શન થઈ રહ્યું છે, જે ભેટો લોકોએ મને સમય સમય પર આપી છે. આ હરાજીમાંથી જે નાણાં આવશે તે ‘નમામી ગંગે’ અભિયાન માટે સમર્પિત કરવામાં આવશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)