#Last night's megh tandav in Rajkot: 125 people shifted to safer places
Sorthi Rang News Line
Last night's megh tandav in Rajkot: 125 people shifted to safer places
રાજકોટ

રાજકોટમાં ગત રાત્રી ના મેઘ તાંડવ : 125 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

#Last night’s megh tandav in Rajkot: 125 people shifted to safer places

રાજકોટમાં ગત રાત્રી ના મેઘ તાંડવ
જંગલેશ્ર્વર વિસ્તારમાંથી 125 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

રાજકોટમાં ગત રાત્રી ના વીજળીના કડાકા સાથે મેઘ તાંડવ. એક ધારા ચાર કલાક સુધી સતત વીજળીના કડાકા સાથે સવાર સુધીમાં શહેરમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા. ફાયર બ્રિગેડની પાંચ ટીમો શહેરના અલગ અલગ વિસ્તારોમાં આખી રાત દોડતી રહી હતી. જંગલેશ્ર્વર વિસ્તારમાંથી 125 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સવારે 4 વાગ્યે મેઘાએ વિરામ લઈ લેતા તંત્ર સાથે લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. આજે પણ રાજકોટમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય તંત્ર સાબદુ થઈ ગયું છે

આજી ડેમ ઓવરફલો થઈ ચૂક્યો છે. આવામાં ગઈકાલે રાત્રે પડેલા ચાર ઈંચ વરસાદના કારણે ડેમ સતત ઓવરફલો ચાલુ રહેતા શહેરના મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ફાયર બ્રિગેડની પાંચ ટીમો જંગલેશ્ર્વર, ચુનારાવાડ ચોક, ભગવતી પરા, રૂખડીયાપરા સહિતના વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી હતી.  નદીના પટમાં લોકોને અવર-જવર ન કરવા સતત સુચનાઓ આપવામાં આવી હતી. પાણી ભરાવાના કારણે જંગલેશ્ર્વર વિસ્તારમાં 125 લોકોનું કોર્પોરેશનની શાળા નંબર-70માં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આજે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય તંત્ર સાબદુ થઈ ગયું છે.

Megh Tandav with last night’s lightning in Rajkot. The city received more than four inches of rain by morning with continuous lightning for four hours. Knee-deep water was flooded in low lying areas. Five fire brigade teams were running all night in different parts of the city. 125  people were evacuated from Jungleeshwar area. At 4 am, people also felt a sense of laughter with megha taking a break. Even today, the system has become better if a red alert has been sounded in Rajkot.

Aji Dam has overflowed. Four inches of rain last night caused the dam to continue to overflow and came to Ghodapur in the Aji river passing through the heart of the city. Five fire brigade teams were deployed in areas includingJungleeshwar,  Chunarwad Chowk, BhagwatiPara,  Rukhdiapara.  People were constantly instructed not to movement on the river bed. Due to waterlogging,  125 people were shifted to the Corporation’s School No.70in Jungleeshwar area. Even today, the system has become better with heavyrains predicted.

 

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

#SORTHI RANG NEWSLINE

Related posts

રાજ શક્તિ કલબ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન : રાજકોટ

sorthirang

સોરઠી, આજી-3 સહિત સાત ડેમ ઓવરફ્લો : સૌરાષ્ટ્ર

sorthirang

જામનગર અને રાજકોટ માં મેઘરાજાનુ રૌદ્ર સ્વરૂપ : સૌરાષ્ટ્ર

sorthirang

ચોલા મંડલમ ઈન્વેસ્ટમેન્ટની લેણી રકમ ન ભરતા આરોપીની ધરપકડ: સીવીલ જેલમાં મોકલી આપવાનો હુકમ

sorthirang

ગુજરાતમાં હજી બે દિવસ રહેશે હાડ ગળવતી ઠંડી

sorthirang

કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ સાહેબ ની અઘ્યક્ષતામાં જિલ્લા કક્ષા સમિતિની બેઠક માં અત્યાર સુધીમાં 78 ગૌશાળા ને રૂ. 5.27 કરોડની સહાય : રાજકોટ

sorthirang

Leave a Comment