
રાઈસ યુનિવર્સિટી અમેરિકા (Rice University America )ના વૈજ્ઞાનિકો દ્વારા ‘સ્માર્ટ ટી -શર્ટ’ ડેવલપ કરવામાં આવ્યુ છે. આ ટીશર્ટ દ્વારા હાર્ટનું મોનિટરીંગ કરી શકાશે. આ ‘સ્માર્ટ ટી -શર્ટ’ કાર્બન નેનોટ્યુબ ફાઈબરનો (Carbon nanotube fiber) ઉપયોગ કરીને બનાવવામાં આવ્યુ છે. જે તમારા હ્રદયના ધબકારાને ખૂબ જ સચોટ રીતે માપવા માટે મદદરૂપ બનશે.
સંશોધકોનું કહેવું છે કે આ ટી-શર્ટમાં નેનોટ્યુબ ફાઈબર મટિરિયલની મદદથી વ્યક્તિના ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG)નું સચોટ પરિણામ મેળવી શકાશે.
સંશોધક લોરેન ટેલર દ્વારા કાર્બન નેનોટ્યુબ થ્રેડ્સના રિચર્સ પર ધ્યાન કેન્દ્રિત :
એક પ્રેસ કોન્ફરન્સમાં રાઈસ યુનિવર્સિટીના સંશોધક લોરેન ટેલરે જણાવ્યુ કે”હાર્ટ મોનિટરિંગ માટે ટી-શર્ટને યોગ્ય રીતે છાતીના ભાગમાં ચોંટાડવાનું રહેશે.
ભવિષ્યમાં થનારા રિચર્સમાં કાર્બન નેનોટ્યુબ થ્રેડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેનાથી મોટાભાગની ચામડીનો ભાગ નેનો ફાઈબરના (Nano Fiber)ટચમાં રહી શકે. “આ ટી-શર્ટની ઝિગઝેક પેટર્ન એડજસ્ટેબલ અને સ્ટ્રેચેબલ કાપડ હોવાથી વધારે અનુકૂળ રહેશે.
તે ઈલેક્ટ્રોડની (Electrode) જેમ કામ કરી શકે છે.
ચેસ્ટ સ્ટ્રેપથીઆ સ્માર્ટ ટી શર્ટ વધારે સારું કામ કરે છે .
આ ટી શર્ટ પહેરવાથી યુઝરને કોઈ સમસ્યા થતી નથી. રાઈસ યુનિવર્સિટીના સંશોધક મેટિઓ પાસકુઆલીએ જણાવ્યુ હતુ કે આ કપડાંમાં કનેક્ટીવિટી સારી રહે છે. ટ્રાયલ દરમિયાન હાર્ટ મોનિટર કરનારા ચેસ્ટ સ્ટ્રિપ્સથી (Chest strips) સ્માર્ટ ટી શર્ટની સરખામણી કરવામાં આવી. તેમાં સામે આવ્યું કે સ્માર્ટ ટી શર્ટ રિયલ ટાઈમમાં સચોટ પરિણામ આપે છે.
ઈલેક્ટ્રોડની મદદથી હાર્ટનું ECG પણ કરી શકાય છે. સંશોધકોએ દાવો કર્યો હતો કે સ્માર્ટ ટી-શર્ટથી કરવામાં આવેલા ECGનું પરિણામ લેબ મશીનથી કરવામાં આવેલાં પરિણામથી વધારે અસરકારક છે.
બ્લુટૂથ ટ્રાન્સમીટર જેવા ઈલેક્ટ્રોનિક્સથી કનેક્ટ કરવામાં આવ્યા છે અને આ ટ્રાન્સમીટરથી સ્માર્ટફોન કનેક્ટ કરી શકાશે. જેથી યુઝર તેની હાર્ટ એક્ટિવિટી(Heart Monitoring) એપમાં જ હાર્ટ મોનિટરિંગ કરી શકશે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

