
Sattvik meals with regular exercise in a busy lifestyle are essential
: Health
સમય સાથે બદલવુંએ ખૂબ જ જરૂરી છે. પરંતુ જ્યાં સુધી તે ફાયદાકારક હોય ત્યાં સુધી માણસે બદલતા સમય સાથે પોતાના ખોરાક અને જીવન જીવવાની પધ્ધતિમાં અનેક ફેરફાર કરી દીધા છે. જે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થયા છે.
ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની ભાગદોડમાં લોકો પાસે જે શરીર અને સ્વાસ્થ્યરૂપે જે અમૂલ્ય ધરોહર છે તેની અવગણના કરવા લાગ્યા છીએ. જેવી રીતે કોઇ વાહનને લાંબુ ટકાવવા સારા પેટ્રોલ અને સમયસર સર્વિસની જરૂર પડે છે તેવી જ રીતે શરીરને પણ લાંબુ ચલાવવા સારા ખોરાક અને નિયમિત કસરતની જરૂર હોય છે.
પોષણયુક્ત આહારમાં આપણે સવારે નાસ્તામાં કોઇપણ ફળ લઇ શકીએ. 3 કલાક પછી પાછું દાળિયા, મગફળી અથવા બાફેલા કઠોળ લેવા, બપોર ઘરનું બનાવેલ ભોજન લેવું. ફરી સાંજે હળવો આહાર એટલે સૂપ, કઠોળ, શીંગ-દાળીયા લઇ શકીએ, પછી રાત્રે ઘરનું પોષણયુક્ત ખોરાક લેવો હિતાવહ છે. પોષણયુક્ત આહાર વાળી થાળીમાં 80% પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ એટલે કે દાળ, છાશ, સલાડ, ગોળનું પ્રમાણ વધારે રાખવું અને 20% કાર્બોહાઇડ્રેટ એટલે કે શાક-રોટલી લેવા. સ્નાયુઓને મજબૂત રાખવા માણસે પોતાના વજનના 1 કિલો સામે 1 ગ્રામ પ્રોટીન લેવું જરૂરી છે. જ્યારે જીમ કરતા હોય તો 1 કિલો સામે 2 ગ્રામ પ્રોટીન લેવું આવશ્યક છે. જે આપણને દાળ, છાશ, ગોળ, ચણા, દાળિયા, મગફળી અને ફળોમાંથી મળે છે.


