



રાજ્યમાં કોરોનાના કુલ 1064 એક્ટિવ કેસ
રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. બીજી તરફ કોરોનાનાં લક્ષણ જેવા જ ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો હરેક ઘર માં જોવા મળી રહ્યા છે. જો કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 247 કેસ નોંધાયા છે. જેની સામે 98 દર્દીઓ સાજા થયા છે અને હાલ છ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. તો બીજી તરફ 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત બાદ 11 દિવસમાં ભરૂચના ઝઘડિયામાં કોરોનાના કારણે 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ત્યારે આજે ફરી મહેસાણામાં કોરોનાથી ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે.
A total of 1064 active cases of corona in the state

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#sorthirangnewsline