
The incessant rains flooded the Nyari-2 ,Bhadar dam and about half a dozen other dams with new water incomes.
ડેમ ૯૦ ટકા ઉપર ભરાઈ જતા ૩૬ ગામને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી :
સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને કારણે ભાદર સહિતના ૬ ડેમમાં પાણીની સતત આવક ચાલુ છે ,જયારે છાપરવાડી, આજી-ર, ખોડાપીપર, આજી-૩ ડેમ ૯૦ ટકા ઉપર ભરાઈ જતા ૩૬ ગામને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે.
ભાદર ડેમમાં લગાતાર નવા પાણીની આવક રહેતા ડેમની સપાટીમાં વધારો થયો છે અત્યારે ડેમની સપાટી ૨૨.૭૦ ફૂટે પહોચી જતા ડેમ અડધો ભરાઈ ગયો છે. ભાદરમાં આજે ૦.૧૦ ફૂટ, આજી-૧મા ૦.૪૯ ફૂટ, આજી-૩મા ૦.૧૦ ફૂટ, ન્યારી-૨ માં ૦.૩૩ ફૂટ,અને છાપરવાડી-૨માં ૦.૩૩ ફ્ુટ નવા પાણીની આવક થઇ છે જયારે ફુલઝરમાં ૦.૨૦ ફૂટ અને સોરઠીમાં ૦.૩૬ ફૂટ નવા પાણીની આવક થઈ છે.
આજી-૩ ડેમની હેઠવાસમાં આવેલા ખજુરડી થોરીયાળી અને મોટા ખીજડીયા, ટંકારા તાલુકાના ખાખરા, જોડિયા તાલુકાના બોડકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ અને ટીમ્બડી તથા ધ્રોલ તાલુકાના મોડપર, ધરમપુર, સગાડીયા, સધાધુના અને દેડકદડ ગામના લોકોને નદીના પટમાં અવરજવરનહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.
ગોંડલ ના છાપરવાડી-૧(કબીર સરોવર) ડેમની હેઠવાસમાં આવેલા ડૈયા, ચરખડી, કોલીથડ, લુણાવાવ, પડવલા, વેજાગામ અને ગરનલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.
આજી-૨ ડેમના હેઠવાસના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના અને પડધરી તાલુકા પાસેના ખોડાપીપર ગામ પાસેનો ખોડાપીપર ડેમના હેઠવાસમાં આવેલા ખોડાપીપર અને થોરીયાળી ગામોના તથા ટંકારા તાલુકાના ખાખરા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

