



11-year-old girl blankets packet of chips to warm poor people in cold : Britain
ઠંડીમાં ગરીબ લોકોને હૂંફ આપવા માટે 11 વર્ષની છોકરીએ ચિપ્સના પેકેટમાંથી ધાબળા બનાવ્યા બ્રિટન
ઠંડીમાં બેઘર લોકોને જોઈને વિચાર આવ્યો
બ્રિટનમાં નોર્થ વેલ્સ પ્રેસ્ટાટિનમાં રહેતી એલિસાને આ ધાબળા બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેને ઠંડીમાં બેઘર લોકોને જોયા. આ કારણે એલિસાને બેઘર લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રેરિત કરી. તેના પછી 11 વર્ષની એલિસાએ ગરમ ધાબળા બનાવવાનું શરૂ કર્યું. તેના માટે ચિપ્સ, ક્રિસ્પ વગેરે પેકેટ્સ એકઠાં કરવાનું શરૂ કરી દીધું.
એક ધાબળામાં 44 પેકેટની જરૂર પડે છે
એલિસાના અનુસાર, એક ધાબળો બનાવવા માટે 44 પેકેટની જરૂર પડે છે. તેના માટે તે શહેરમાંથી પેકેટ એકઠાં કરે છે. તેના પછી તમામ પેકેટને ઈસ્ત્રી કરી, ધાબળા બનાવે છે. ધાબળાને ગરમ રાખવા માટે અન્ય વસ્તુઓનો પણ ઉપયોગ કરે છે. એલિસાને એક ધાબળો બનાવવામાં 45 મિનિટનો સમય લાગે છે. આ કામમાં તેની 51 વર્ષની માતા ડાર્લિન પણ મદદ કરે છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
SORTHI RANG NEWSLINE