First IAS official to win medal: History created at Tokyo Paralympics: DM Suhas Yatiraj
Sorthi Rang News Line
First IAS official to win medal: History created at Tokyo Paralympics: DM Suhas Yatiraj
રમતગમત

મેડલ જીતનારા પહેલા IAS અધિકારી: રચ્યો ટોક્યો પેરાલિમ્પિકમાં ઈતિહાસ: ડીએમ સુહાસ યતિરાજ

First IAS official to win medal: History created at Tokyo Paralympics: DM Suhas Yatiraj

ટોક્યો પેરાલિમ્પિકમાં સુહાસ યતિરાજે સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. SL4 ક્લાસ ફાઇનલમાં સુહાસ યતિરાજ ફ્રાન્સના લુકાસ માજૂર સામે હારતાં ગોલ્ડ મેડલ ચૂકી ગયા. માજૂરે સુહાસને 15-21, 21-17, 21-15 થી હરાવ્યા. ટોક્યો પેરાલિમ્પિકમાં બેડમિંટનમાં આ ભારતનો ત્રીજો મેડલ છે.

ર્ણાટકના 38 વર્ષના સુહાસના પગના ઘૂંટણમાં તકલીફ છે. બેડમિંટન કોર્ટની અંદર અને બહાર ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા સુહાસ કોમ્પ્યુટર એન્જિનિયર છે અને 2007 બેચના IAS અધિકારી પણ છે. તેઓ 2020થી નોઇડાના જિલ્લા મેજિસ્ટ્રેટ છે અને કોરોના મહામારી સામેના યુદ્ધમાં મોરચાની આગેવાની કરી ચૂક્યા છે. NIT કર્ણાટકમાંથી કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે સ્નાતક થયેલા સુહાસ અગાઉ પ્રયાગરાજ, આગ્રા, આઝમગઢ, જૌનપુર, સોનભદ્ર જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ રહી ચૂક્યા છે.

ગૌતમ બુદ્ધ નગર, નોઇડાના 38 વર્ષીય જિલ્લાધિકારી સુહાસ પેરાલિમ્પિક રમતોમાં મેડલ જીતનારા પહેલા આઇએએસ અધિકારી પણ બની ગયા છે. આ પહેલા શનિવારે ભારતીય શટલર પ્રમોદ ભગતે કમાલનું પ્રદર્શન કરતા બેડમિંટન સિંગલ્સ SL3નો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સ્નાતક થયેલા સુહાસ અગાઉ પ્રયાગરાજ, આગ્રા, આઝમગઢ, જૌનપુર, સોનભદ્ર જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ રહી ચૂક્યા છે.કર્ણાટકના 38 વર્ષના સુહાસના પગના ઘૂંટણમાં તકલીફ છે. બેડમિંટન કોર્ટની અંદર અને બહાર ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા સુહાસ કોમ્પ્યુટર એન્જિનિયર છે અને 2007 બેચના IAS અધિકારી પણ છે. તેઓ 2020થી નોઇડાના જિલ્લા મેજિસ્ટ્રેટ છે અને કોરોના મહામારી સામેના યુદ્ધમાં મોરચાની આગેવાની કરી ચૂક્યા છે. NIT કર્ણાટકમાંથી કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે

2016માં શરૂ થઈ હતી જ્યારે તેઓ પૂર્વ ઉત્તર પ્રદેશ આઝમગઢ જિલ્લાના ડીએમ હતા અને ત્યાં બેડમિંટન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. સુહાસે કહ્યું, ‘હું ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન વખતે મહેમાન હતો અને ભાગ લેવાની મારી ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યાં સુધી તે મારા માટે એક શોખ હતો કારણ કે હું બાળપણથી બેડમિંટન રમતો હતો.

સુહાસે 2017 અને 2019માં BWF તુર્કી પેરા બેડમિંટન ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સ અને ડબલ્સ ગોલ્ડ જીત્યા હતા. તેમણે 2020માં બ્રાઝિલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે જુલાઈમાં ટોક્યો પેરાલિમ્પિક્સમાં તેની ભાગીદારીની પુષ્ટિ થઈ, ત્યારે સુહાસે કહ્યું કે આ પ્રતયોગિતા ચોક્કસ એક પડકાર હશે અને પોતાની શ્રેણીમાં વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી હોવાથી તેઓ મેડલના દાવેદાર હશે

તે જ વર્ષે તેઓએ બેઇજિંગમાં એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ બિન-ક્રમાંકિત ખેલાડી બની ગયા.

 

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Related posts

દિલ્હી ફરીથી ટોપ પર પહોચી : રાજસ્થાનને 33 રનથી હાર – DC vs RR

sorthirang

ભારતનi ઇતિહાસમાં પેરાલિમ્પિક નું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન : પાંચ પ્રયાસમાં ત્રણ વખત વર્લ્ડ રેકોર્ડ તોડયો

sorthirang

Leave a Comment