દેશના કુલ 1.48 કરોડ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાંથી 7.5 ટકા એકલા ગુજરાતમાં
સંસદના ચાલુ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ પછી ગુજરાત દેશમાં ચોથા નંબરે સૌથી વધુ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ ધરાવે છે. ગુજરાતમાં 11.26 લાખ એમએસએમઇ નોંધાયેલા છે, જે સમગ્ર દેશમાં નોંધાયેલા કુલ 1.48 કરોડ એમએસએમઇ 7.5% હિસ્સો ધરાવે છે.
એમએસએમઇ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી અંગેના પ્રશ્નના જવાબમાં, કેન્દ્ર સરકારે કહ્યું કે માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 16 સામાન્ય સુવિધા કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે અને બે પૂર્ણ થઈ ગયા છે જ્યારે બે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે. જેની કામગીરી હાલ ચાલી રહી છે.
ગુજરાતના ગત વર્ષના જીએસડીપીમાં 19.6 ટકાની ધરખમ વૃદ્ધિ
ગુજરાત રાજ્યના 2021-22ના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીએસડીપીમાં પાછલા વર્ષની સરખામણીમાં 19.6%ની સ્વસ્થ વૃદ્ધિ નોંધાવી છે, કેન્દ્ર સરકાર દ્વારા સંસદના ચાલુ સત્રમાં આપવામાં આવેલા આંકડાઓ જણાવે છે.
ગુજરાતે 2020-21 માટે જીએસડીપીમાં માત્ર 1.2% વૃદ્ધિ નોંધાવી હોવા છતાં 2021-22 માટે જીએસડીપીમાં પાછલા વર્ષની સરખામણીમાં વધારો થયો છે.

દેશની નિકાસમાં MSME સેક્ટરનો નોંધપાત્ર હિસ્સો :
દેશમાં કાર્યરત 1.49 કરોડ જેટલા આ ઉદ્યોગો દેશની કુલ નિકાસમાં 45.03 ટકાની હિસ્સેદારી ધરાવે છે. આમ સરકાર નિકાસ વધારવા માટે વધુમાં વધુ પ્રોત્સાહન એમએસએમઇને પુરી પાડી રહી છે.
ગુજરાત રાજ્યમાં કુલ 11.26 લાખ એમએસએમઇ ઉદ્યોગો :
ગુજરાત રાજ્યમાં કુલ 11.26 લાખ એમએસએમઇ ઉદ્યોગો છે. જેમાંથી સૌથી વધુ તો 10.71 લાખ ઉદ્યોગો સૂક્ષ્મ ઉદ્યોગો છે. જેમાં મોટાભાગના ગૃહ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આવા ઉદ્યોગોમાં મહિલાઓની ભાગીદારી પણ નોંધપાત્ર છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
#sorthirangnewsline