#Unique birthday celebrations as an inspiration in society: Morbi


Unique birthday celebrations as an inspiration in society: Morbi
હિન્દુત્વ જેની રગ રગમાં સમાયેલું છે અને હિંદુ ધર્મ ને સમાજમાં ઉજાગર કરવા હરદમ તત્પર રહેતા એવા શ્રી દિપેશભાઈ કટરમલ (વતન જામનગર હાલ મોરબી સ્થિત) પોતાની પુત્રી જીયા ના ૧૧મા જન્મ દિવસને અનોખી અને આગવી રીતે ઉજવીને સમાજમાં એક નવું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.
જન્મદિવસની આ અનોખી ઉજવણી ની વાત કરીએ તો , શ્રી દીપેશભાઈ કટરમલે તેમની ૧૧ વર્ષની નાનકડી દીકરી જીયા ના 11 માં જન્મદિવસ નિમિત્તે આપણા વૈદિક ગ્રંથ સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદ, અને અથર્વવેદ એવા આપણી સંસ્કૃતિની અમુલ્ય ભેટ એવા મહાન ગ્રંથો કે જે ના જ્ઞાન પ્રાપ્તિથી જીવન ધન્ય થઈ જાય એવી.. અમૂલ્ય ધરોહર પોતાની પુત્રીને ભેટમાં આપીને,સાચા અર્થ માં સુસંસ્કાર નુ સિચન કર્યુ છે. જે સમાજને એક ઉદાહરણ, એક મિશાલ છે, એટલું જ નહીં પરંતુ પોતાની વહાલસોયી દીકરીના આત્મરક્ષણ હેતુ અત્યારથી જ તેને સ્વાવલંબી અને સ્વરક્ષણ માટે સક્ષમ બનાવવાના હેતુથી આપણા હિન્દુધર્મમાં સર્વોત્તમ એવું શાસ્ત્ર એક કટાર પણ દીકરીને પોતાની જિંદગીમાં સર્વ ગુણ સંપન્ન બની અને હરેક ક્ષેત્રે નિપુણ બને એવા શુભ આશયથી અર્પણ કરી છે.
એટલું જ નહીં પણ આજના આપણા બદલાતા જતા યુગમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણમાં જન્મદિવસની ઉજવણી કેક કાપી અને મીણબત્તી બુઝાવવા ને બદલે .દિપ પ્રાગટ્ય અને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરીને જન્મદિવસની ની અનોખી ઉજવણી કરી ને, આપણા સમાજને એક ઉદાહર આપ્યું છે.
બદલાતા જતા આ યુગમાં માનવી પોતાના સુખની પ્રાપ્તિ માટે.. પોતાનું કુટુંબ, પોતાની ફરજો અને સંસ્કારને નેવે મૂકીને ..
એક મૃગ સમો ઝાંઝવાના જળ પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે..
ત્યારે આવા પરિવાર આપણા સમાજને જાળવી રાખવા માટે એક મિસાલ સ્વરૂપ છે. ધન્ય છે એ દીકરી જેનામાં આવા ઉમદા સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે.
આવા શુભ અવસરે આવો આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રવાદને માન આપીને આપણી સંસ્કૃતિની ધરોહરને આગળ વધારતા આપણા વહાલસોયા ભૂલકાઓના જન્મદિવસની ઉજવણીમાં મીણબત્તી બુઝાવીને અંધકાર ન ફેલાવતા, અને ખોટા રિવાજો ના અંધારાને દૂર કરી… પ્રાગટ્યથી સમાજમાં ઉજાસ ફેલાવીએ
રાષ્ટ્ર દેવો ભવ,
જય હિન્દ, જય જય શ્રી રામ

