
New police plan: Curfew in Navratri after 12 pm
શેરી ગરબા માં રમતા ખેલૈયાઓ એ ફરજીયાત કોરોના વેક્સિન ના બે ડોઝ લીધા હોવા જરૂરી છે. સાથે જ 12 વાગ્યા પછી કર્ફ્યુ, લાઉડ સ્પીકરને લઈને પણ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. નવરાત્રીનાં તહેવારને લઇને પોલીસ નો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. શેરીઓમાં રાજ્ય સરકારની કોરોના ગાઇડલાઈન મુજબ ગરબાનું આયોજન કરી શકાશે. પરંતુ મર્યાદિત સંખ્યા એટલે કે 400 લોકો હાજર રહી શકશે.
આ વર્ષે પાર્ટી પ્લોટ અને અને ક્લબમાં થતા કોમર્શિયલ ગરબા આ નહિ યોજી શકાશે નહી
પોલીસ દ્વારા શેરી ગરબા અને સોસાયટીના ગરબાના સ્થળો પર સતત પોલીસ પેટ્રોલિંગ રાખવામાં આવશે. રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ રાત્રે 12 વાગ્યા સુધી જ ખેલૈયાઓ ગરબા રમી શકશે. અને લાઉડ સ્પીકર સુપ્રીમકોર્ટની ગાઈડ લાઈન મુજબ જ વગાડી શકાશે.
સોસાયટીઓના ચેરમેન સેક્રેટરીએ કોરોનાની ગાઇડલાઈનું પાલન સાથે ગરબા નું આયોજાન કરવાનું રહેશે
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
SORTHI RANG NEWSLINE

