



New Gujarat CM: New Chief Minister Bhupendra Patel
મુખ્યમંત્રી પદેથી વિજયરૂપાણીના રાજીનામા બાદ હવે મુખ્યમંત્રી પદે નવા CM : ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામાં બાદ ગુજરાતની રાજનીતિમાં નવો ભૂકંપ સર્જાયો છે, રાજ્યમાં નવી સરકારની રચના જરૂરી બની ગઈ છે,
પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વિજય રૂપાણીએ તમામ જ્ઞાતિ સમુદાયને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કર્યો હતો .વિવિધ જ્ઞાતિ જૂથો સમયાંતરે પોતાની નારાજગી પ્રગટ કરવામાં અને સરકાર પર દબાણ ઊભું કરવામાં સફળ રહ્યા હતા, ત્યારે હવે નવી સરકાર પર પાટીદારો, દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમુદાયને વિશ્વાસમાં લઈને સાથે જાળવી રાખવાનો પડકાર ઊભો છે.
ગુજરાતની 182માંથી 71 બેઠક પર પાટીદાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને તેમની વસતિ 15 ટકા આસપાસ છે. એટલે જાતિગત બાબતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ જણાય છે.
– ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના નેતા છે,
તેઓ એક મુદુભાષી અને સૌમ્ય સ્વભાવના છે.
– તેમણે 2017માં પહેલી જ ચૂંટણીમાં જંગી મતથી ચૂંટણી જીતીને ગુજરાતમાં સૌથી મોટી લીડ મેળવી હતી
– ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા અને જંગી સરસાઈથી જીત્યા
– તેઓ મેમનગર નગરપાલિકાના ચેરમેન બન્યા અને તે પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન બન્યા
– ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલે મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફર શરૂ કરી
અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટિના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ
નામ : શ્રી ભુપેન્દ્રભાઇ રજનીકાંત પટેલ
પિતાનું નામ: રજનીકાંત
જન્મ તારીખ: 15 Jul 1962
જન્મ સ્થળ : અમદાવાદ
વૈવાહિક સ્થિતિ : પરિણિત
જીવનસાથી નું નામ: શ્રીમતી હેતલબહેન
રાજ્ય : ગુજરાત
સર્વોચ્ચ લાયકાત : Under Graduate
અન્ય લાયકાત : ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ
કાયમી સરનામું : ૧, આર્યમાન રેસિડેન્સી, શીલજ – કલ્હાર રોડ, શીલજ, અમદાવાદ – ૩૮૦ ૦૫૮.
પક્ષનું નામ : ભારતીય જનતા પાર્ટી
મત વિસ્તારનું નામ : ઘાટલોડિયા
મોબાઇલ નંબર નં : 9909005881
અન્ય વ્યવસાય : બિલ્ડર.
શોખ : આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, રમત-ગમત,
પ્રવૃત્તિ :
ટ્રસ્ટી, (૧) સરદાર ધામ, (૨) વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, મેમનગર
નગરપાલિકા, ૧૯૯૫-૯૬, પ્રમુખમુ , મેમનગર નગરપાલિકા, ૧૯૯૯-૨૦૦૦, ૨૦૦૪-૦૬; વાઈસ ચેરમેન, સ્કુલ બોર્ડ, અમદાવાદ, ૨૦૦૮-૧૦, કાઉન્સિલર, થલતેજ વૉર્ડ અનેચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી,
અમદાવાદ મ્યુનિયુ સિપલ કોર્પોરેશન, ૨૦૧૦-૧૫. ચેરમેન,
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Sorthi Rang Newsline