



સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ નI વિદ્યાલયમાં વિધાર્થીઓને ઉચ્ચતમ શિક્ષણ સાથે વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ રૂચી કેળવાય અને તેમની કલ્પનાઓને આકાર મળી શકે તે માટે નવીનતમ શિક્ષણ આપવામાં આવે છે.
નમ્ર બાંભરૌલીયા અને દીપ ભુંડીયા દ્વારા તૈયાર થયેલા પ્રોજેકટ સિક્યુરિટી સિસ્ટમ ફોર પ્રોટેકશન અટલ મેરેથોનમાં ટોપ ટેનમાં પસંદગી પામ્યો . બાળકીનું કિડનેપિંગ અટકાવવા માટે ડિઝાઇન કરવામાં આવેલ સાયન્સ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ અટલ મેરેથોન ર૦૨૦ માં રાજકોટને ચમકાવશે.
ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ સાથે કાર્યરત નીતિઆયોગ દ્વારા સમગ્ર ભારતના વિધાર્થીઓના વિચારોને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે વિવિધ પ્રકારની કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે .
તે જ રીતે સંશોધન પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે . આ માટે નીતિ આયોગ દ્વારા અટલ ઇનોવેશન મેરેથોનનું આયોજન કરવામાં આવે છે . આ વર્ષે પણ અટલ ઇનોવેશન મેરેથોન ૨૦૨૦ નું આયોજન થયું . જેમાં સમગ્ર ભારતની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા ૭૦૦૦ થી વધારે વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને પોત પોતાના નવીનતમ આઇડિયા ધરાવતા સંશોધનો રજૂ કર્યા હતા .
વિવિધ એકસ્પર્ટસ અને વૈજ્ઞાનિકો દ્વારા સમગ્ર ભારતમાંથી આવેલ સંશોધન એન્ટ્રીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કરી તેમાંથી શ્રેષ્ઠતમ સંશોધનાત્મક વિચારો ધરાવતા ટોપ ૩૦૦ આઈડિયા રાષ્ટ્રીય કક્ષા માટે પસંદ કરવામાં આવ્યા છે .ગુજરાતના ટોપ ૧૦ આઇડિયા પસંદગી પામ્યા છે.
ગુરુકુલ વિધાલય કાર્યરત અટલ ટીકરીંગ લેબમાં માસૂમ સ્કૂલના વિધાર્થી દીપ અને ગુરુકુલના વિધાર્થી બાંભરોલીયા નમ્ર એ તૈયાર કરેલ ચાઈલ્ડ સિક્યુરિટી સિસ્ટમ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી :
રાજકોટ માટે ગૌરવની વાત છે કે સ્વામિનારાયણ પ્રોજેકટની મદદથી ભવિષ્યમાં બાળકોનું કિડનેપિંગ અટકાવી શકાશે. આ પ્રોજેક્ટ રેડિયો ફ્રિકવન્સી આધારિત કાર્ય કરે છે .
આ પ્રોજેકટ સર્કિટ જોડાણ પ્રોગ્રામીંગ તેમજ મોડેલ ડિઝાઈનીંગ વિજ્ઞાન શિક્ષક એચ.પી.ભૂંડિયાના માર્ગદર્શન હેઠળ ગુરૂ કુળની અટલ ટીકરીંગ લેબમાં કરવામાં આવ્યું છે. દીપ અને નમ્રના એક નવીનતમ વિચારને રાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરવા માટેની તક મળેલ છે. તે બદલ પૂ.જનમંગલદાસજી સ્વામી પ્રિન્સીપાલ દવે સાહેબ તથા સમગ્ર શાળા પરિવાર ખૂબજ ખૂબ અભિનંદન.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)