
Election to Shivrajpur and Santhali seats of Jilla Panchayat.: Rajkot
3 ઓક્ટોબરના રોજ યોજાનાર રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં જિ.પં.ની સાણથલી અને શિવરાજપુર બેઠકની પેટાચૂંટણીમાં રસાકસી જોવા મળી રહી છે. આ મતવિસ્તારનાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પોતાની નારાજગી છૂપાવીને પ્રચારમાં નીકળ્યા છે. ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, કુંવરજી બાવળિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપદત બોદર સાથે મળી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.
શિવરાજપુર બેઠક પર ભાજપમાં છગન તાવીયા અને કોંગ્રેસમાં વિનુ મેણિયા ઉમેદવાર છે. જ્યારે સાણથલી બેઠક પર ભાજપમાં રસીલાબેન વેકરીયા સામે કોંગ્રેસમાં શારદાબેન ધડુકે ઉમેરદારી નોંધાવી છે. બંને પક્ષના ઉમેદવારો અને નેતાઓ દ્વારા ચૂંટણી જાહેર થતા વિસ્તારમાં પ્રચાર-પ્રસાર શરૂ કર્યો છે. જેમાં બંને પક્ષો દ્વારા સભાઓ અને બેઠક કરી જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચારમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ સહિતની બેફામ મોંઘવારી, ગ્રામ્ય વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ વગેરે પ્રશ્નો ઉઠાવાઇ રહ્યાં છે.

