



Avani Lekhra becomes India’s first female shooter to win gold in shooting
માત્ર ચાર વર્ષની ટૂંકી કારકિર્દી ધરાવતી અવની લેખરાએ વિમેન્સ ૧૦ મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ એસએસ-૧ ઇવેન્ટમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો હતો.ય તેણે ફાઇનલમાં ૨૪૯.૬ પોઇન્ટ હાંસલ કર્યા હતા. ફાઇનલમાં સાતમા સ્થાને સાથે ક્વોલિફાય કરનાર અવનીએ કુલ ૬૨૧.૭ પોઇન્ટ હાંસલ કર્યા હતા.
પેરાલિમ્પિકમાં ડેબ્યૂ કરવાની સાથે જ સિંહરાજ અધાનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો પ્રથમ વખત પેરાલિમ્પિકમાં ભાગ લેનાર સિંહરાજ અધાનાએ મેન્સ ૧૦ મીટર એર પિસ્તોલ એસએફ-૧ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે કુલ ૨૧૬.૮ પોઇન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. મનીષ નરવાલ સાતમા સ્થાને રહ્યો હતો.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)
Sorthi Rang Newsline