
#SorthirangNewsline : Hyundai is bringing this new technology: Now soon petrol cars will be days old
Hyundai Motor Group મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે તેઓ વર્ષ 2028 થી હ્યુન્ડાઇની ગાડીઓ Hydrogen Fuel Cell Version માં આવશે.આગામી સમયમાં તેના વાહનોમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ લોન્ચ કરવા જઇ રહ્યું છે. શરૂઆતમાં આ વર્ઝન કોમર્શિયલ વ્હીકલમાં જ આવશે.
આવી નવી ટેકનોલોજી ની ગાડીઓ આવવાથી પેટ્રલો અને ડીઝલ પર ચાલતી ગાડીઓની કિંમતમાં ઘટાડો થશે.
Hyundai Motor અને kia દક્ષિણ કોરિયન ઓટો ઉત્પાદક છે જે ભાગીદારીમાં વાહનો બનાવે છે. આ બંને કંપનીઓ કોમર્શિયલ વ્હિકલના 20 મોડેલ બનાવ્યા છે. જેમાં ટ્રક, બસ અને વાનનો સમાવેશ થાય છે. ગયા વર્ષે આ બંને કંપનીઓએ સાથે મળીને 2,87,000 વાહનો વેચ્યા હતા. અત્યારે બજારમાં આ જૂથમાંથી માત્ર એક ફ્લુ સેલ વ્હિકલ હ્યુન્ડાઇ Nexo SUV નામથી છે. હ્યુન્ડાઇ મોટર ગ્રુપે કહ્યું છે કે તે કિયાની ગાડીઓ માટે પણ ફ્યુઅલ સેલ ડેવલપ કરશે. કિયાની પ્રીમિયમ જિનેસિસ બ્રાન્ડ માટે ફ્યુઅલ સેલ પણ બનાવવામાં આવશે.
ફ્યુઅલ સેલ ના અનેક ફાયદાઓ :
હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ કાર્બન ઘટાડવામાં મદદ કરશે કારણ કે તેનાથી કોઇ પ્રદૂષણ પેદા થતું નથી
જો આપણે વિશ્વમાં નજર કરીએ તો, દર વર્ષે લગભગ 10,000થી 15,000 ફ્યુઅલ સેલ વાહનો બનાવવામાં આવી રહ્યા છે
ફ્યૂઅલ સેલ પાણી અને ઊર્જા રિલીઝ કરે છે જેમાં ધૂમાડાની કોઈ સમસ્યા નથી હોતી. જો કે, આ ટેકનોલોજી ખૂબ મર્યાદિત છે.
હ્યુન્ડાઇ ઉપરાંત, ટોયોટા મોટર, BMW અને Daimler પણ ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે.
(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

