Prime Minister Modi inaugurates development works in Somnath
Sorthi Rang News Line
Prime Minister Modi inaugurates development works in Somnath
ધાર્મિક-ધર્મયાત્રા

વડાપ્રધાન મોદીએ સોમનાથમાં વિકાસકામોનું કર્યુ લોકાર્પણ

સોમનાથ મંદિર અને વોક-વેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું શિલાન્યાસ કર્યો છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સમુદ્ર દર્શન વોક-વે, અહિલ્યાબાઇ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલરીને કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપનાં દર્શન કરી શકાશે, નવા અવસર અને નવા રોજગાર વધશે તથા સ્થાનની દિવ્યતા વધશે.

શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, ચારેય દિશામાં આવેલાં 12 જ્યોતિર્લિંગ, ચારધામ, શક્તિપીઠો આ તમામ આસ્થાની જે રૂપરેખા છે એ એક શ્રેષ્ઠ ભારતની અભિવ્યક્તિ છે. આતંકવાદી વિચારધારા ભલે કેટલાક સમય માટે હાવી થઇ જાય, પરંતુ એનું અસ્તિત્વ વધારે રહેતુ નથી. શક્તિ તેની તાકાત પર પકડી શકાય છે પરંતુ તેને ટકાવી રાખવી મુશ્કેલ છે. નામ લીધા વગર વડાપ્રધાને તાલિબાનનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો, જેઓ અફઘાનિસ્તાનમાં બંદૂકની અણીએ સત્તા છીનવી રહ્યા છે. મોદીએ કહ્યું કે આતંકથી શ્રદ્ધાને કચડી શકાતી નથી, સોમનાથ મંદિર આનું જીવંત ઉદાહરણ છે.

(સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી મુજબ)
(પ્રતિકાત્મક તસ્વીર)

Prime Minister Modi inaugurates development works in Somnath

 

Related posts

વિશ્વ વિખ્યાત સ્વામિનારાયણ મંદિર – સોખડા ના નવા ગાદીપતિ તરીકે સ્વામીશ્રી  પ્રેમસ્વરૂપ સ્વામીજી ને સોપાયું ગાદીપદ.

sorthirang

અમેરિકાના ઇન્ડિયાનાપોલિસ માં આવેલા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 10 સપ્ટે.થી ગણપતિ મહોત્સવ શરૂ :

sorthirang

ચૈત્રી નવરાત્રિ : નોરતાં માં  અખંડ જ્યોત પ્રગટાવવાથી ધન-ધાન્યની ખોટ પૂર્ણ થાય છે.

sorthirang

કોરોના ગાઈડલાઈન ના પાલન સાથે ખૂલી જશે શિરડી સાઈ બાબા મંદિરના દર્શન:શિરડી

sorthirang

Leave a Comment