ABOUT US
वृक्ष कभू नहीं फल भखे, नदी न संचय नीर,
परमारथ के कारने, साधुन धरा शरीर”
સમાજ માટે કંઈક કરી છૂટવાની તેમની ભાવનાઓને સાકાર કરવા તેમજ પ્રજા ના પ્રાણ પ્રશ્નોને સરકારશ્રી સમક્ષ રજૂ કરવા અને સૌરાષ્ટ્રના છેક છેવાડાના ગ્રામ્ય વિસ્તારો માં, તે સમયે ભોગવવી પડતી મુશ્કેલીઓને ઉજાગર કરવાના તેમના શુભ આશયથી તારીખ 25/3/1985 ના રોજ સ્વ. શ્રી કાંતિભાઈ હિંમતલાલ જાની એ તેમના વિચારને “સોરઠી રંગ ” સાપ્તાહિકને એક લઘુઅખબાર ના માધ્યમ દ્વારા પોતાની કલમ ને જ પોતાનું સર્વસ્વ બનાવી, સમાજની આ કપરી પગદંડી પર એકલા હાથે ઝંપલાવ્યું હતું . ત્યારથી જ તેઓશ્રીના અથાગ પ્રયત્નો ,અડગ વિશ્વાસ અને પ્રબળ મહેનતથી “સોરઠી રંગ” અખબાર આજે ૩૬ વર્ષથી નિરંતર પ્રગતિશીલ રહ્યું છે. પ્રજાની સેવા ના મુખ્ય ઉદ્દેશ ને જ પોતાનો પ્રાણ મંત્ર સ્વીકારી આજે ત્રણ ત્રણ દાયકાઓની અનુભવ સિદ્ધિ બાદ તેની સંકલ્પ સિદ્ધિને સર કરવા અને સમય સાથે કદમ મિલાવવા તત્પર બન્યું છે .
ટેકનોલોજીના આ નવી યુગમાં “સોરઠી રંગ ” સમાજ પ્રત્યે ના પોતાના ઉત્તર દાયિત્વ ને નિભાવવા અને પ્રજાના પ્રશ્નોને સરકારશ્રી સમક્ષ રજૂ કરવા સીમાડા ની દીવાલો
તોડીને વિશ્વને આંબવા જઈ રહ્યું છે .
“સોરઠીરંગ “ના આ નવ સ્વરૂપ ને વેબ પોર્ટલના માધ્યમથી સાચા સમાચાર ,સચોટ માહિતી, સુલેખ, ઉમદા લેખન દ્વારા અનુભવસિદ્ધ પત્રકારો તેમજ પ્રસિધ્ધ લેખકો અને સતત કાર્યશીલ રહેતી તેની ટીમ અને મિત્રો ના સાથ સહકાર દ્વારા..”સોરઠી રંગ” અખબાર ટેકનોલોજીના સંગાથે વેબપોર્ટલ ના માધ્યમથી પ્રજાની સેવામાં અને આપ સૌના સહકાર અને આશીર્વાદ થી પત્રકારત્વના શિખરે પહોંચવા લોકહિ માં હરદમ તત્પર રહેશે.


